એફએક્યૂ

એમબિલ એ સ્માર્ટ બિલિંગ એપ છે, જેની રચના ખાસ રીટેઇલર્સ/દુકાનદારો માટે કરવામાં આવી છે. તે સ્માર્ટ ઇન્વોઇસિંગ, સ્માર્ટ શૉપ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ જેવા અનેકવિધ ફાયદા ધરાવે છે, જે ખૂબ જ સરળતાથી અને ત્રુટિ-રહિત રીતે રીટેઇલ બિઝનેસનું ઝીણવટભરી રીતે વ્યવસ્થાપન કરવામાં મદદરૂપ થાય છે.
એમબિલનો ઉપયોગ સમગ્ર ભારતમાં કોઇપણ/તમામ પ્રકારની દુકાનો માટે થઈ શકે છે. હાલમાં, તે અહીં નીચે જણાવેલ ક્ષેત્રોમાં સંચાલન કરતા દુકાનદારો માટે ઉપલબ્ધ છેઃ-

 1. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ
 2. કિચન એપ્લાયેન્સિસ
 3. મોબાઇલ ફોન્સ
 4. આઇટી શૉપ્સ
એમબિલ સ્માર્ટ બિલિંગ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી તદ્દન નિઃશૂલ્ક ડાઉનલૉડ કરી શકો છો.
એમબિલનો ઉપયોગ કરવા માટે આપને ફક્ત સ્માર્ટફોન અથવા ડેસ્કટૉપની જરૂર રહે છે.
એમબિલનો ઉપયોગ કરવા માટે વધુ તકનીકી જ્ઞાન અથવા કુશળતાની જરૂર નથી.
એપ્લિકેશનનો ઉપયોગ શરૂ કરવા માટે, એમબિલ ટીમના નિષ્ણાતો તમને શરૂઆતમાં તાલીમ આપશે જેથી તમે આરામથી એમબિલનો ઉપયોગ કોઈપણ મુશ્કેલી વિના કરી શકો.
આપે શરૂઆત કરવા માટે ફક્ત આપનું લૉગઇન આઇડી અને પાસવર્ડ બનાવવાનો, આપનો ફોન નંબર/ઈ-મેઇલ-આઇડી રજિસ્ટર કરવાનો અને આપની પ્રોડક્ટ્સને અપલૉડ કરવાની રહે છે.
એમબિલ આપને અહીં નીચે જણાવેલ રીતે મદદરૂપ થઈ શકે છે –

 1. ઝડપી અને ભૂલ-રહિત બિલિંગ
 2. ઉત્પાદન/સ્ટોકનું વ્યવસ્થાપન
 3. લેજર મેનેજમેન્ટ
 4. ઇન્વોઇસને શોધવાની સુવિધા
 5. સેલ્સ રીપોર્ટ મેળવો
 6. જીએસટીની ગણતરી
એમબિલ એ ઇન્વેન્ટરીનું ચતુરાઇપૂર્વક વ્યવસ્થાપન કરનારું સૉફ્ટવૅર છે, જે નીચેની બાબતો પર સુગમ માહિતી પૂરી પાડે છે –

 1. પ્રોડક્ટની શેલ્ફ-લાઇફ
 2. પ્રોડક્ટ કેટલી જૂની થઈ છે અને તેની એક્સપાયરી ડેટ
 3. પ્રોડક્ટના સ્ટોકને ફરીથી ભરવા સંબંધિત એલર્ટ્સ
 4. સૌથી વધુ વેચાતા ઉત્પાદનો/બ્રાન્ડ્સ
 5. પ્રમાણમાં ઓછા વેચાતા ઉત્પાદનો/બ્રાન્ડ્સ
એમબિલનો બિલ બનાવવાનો સ્માર્ટ વિકલ્પ થોડા જ ટૅપ્સની સાથે અનેકવિધ કામગીરીઓ કરે છે, જેમ કે-

 1. જીએસટી સુસંગત બિલ જનરેટ કરે છે
 2. યુનિટ્સ/માત્રાને કસ્ટમાઇઝ કરે છે
 3. વણચૂકવાયેલા બિલને ટ્રેક કરે છે
 4. બિલના રેકોર્ડ્સને સંગ્રહિત કરે છે
 5. બિલ/ઇન્વોઇસિસને શોધે છે (ગ્રાહકના મોબાઇલ નંબર વડે)
 6. ઈ-મેઇલ । વૉટ્સએપ । પ્રિન્ટ મારફતે બિલને મોકલે છે
પાસવર્ડ અને ઓટીપીની ડબલ સુરક્ષાની સાથે એમબિલમાં સંગ્રહિત થયેલો ડેટા 100% સુરક્ષિત અને સલામત છે!
 1. આપ ગમે ત્યાં, કોઇપણ સમયે આપના ખાતાની માહિતી ચકાસી શકો છો.
 2. આ સિવાય, એમબિલ ટીમ દ્વારા દર મહિને આપને સ્માર્ટ સેલ્સ અને સ્ટોક રીપોર્ટ્સ મોકલી આપવામાં આવશે.
હા, એમબિલનો ઉપયોગ એકથી વધુ રીટેઇલ સ્ટોર્સ/દુકાનોમાં થઈ શકે છે.
એમબિલ જીએસટીને સુસંગત બિલ્સ અને આપમેળે સેલ્સ જીએસટીઆર રીપોર્ટ જનરેટ કરે છે, જે આપના સીએ પાસે રીટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. આ ઉપરાંત, બધી જ બાબતો ક્લાઉડ સર્વર પર સેવ થતી હોવાથી, ઇન્વોઇસિસ અને રેકોર્ડ્સ ગુમ થઈ જવાની કોઈ શક્યતા રહેતી નથી.
આપ આપની પ્રોડક્ટ્સને લગતી ચોક્કસ ઑફરો રચી શકો છો તથા સીઝનલ ઑફર અને બીજી ઘણી બધી બાબતો અંગે આપ આપના ગ્રાહકોને એસએમએસ નોટિફિકેશન્સ મોકલી શકો છો.
એમબિલનો ઉપયોગ કરતી વખતે આપને જો કોઈ સમસ્યા નડે તો તો આપ અહીં નીચે જણાવ્યાં મુજબ સંપર્ક કરી તેને ઉકેલી શકો છોઃ-

 • એમબિલના વૉટ્સએપ નંબર +91 8422005440 મારફતે એક સમર્પિત ટેકનિકલ સપોર્ટ ટીમનો સંપર્ક કરી શકો છો.

હમણાં જ ગૂગલ પ્લેસ્ટોર પરથી એમબિલ ડાઉનલૉડ કરો!

google play store