ગોપનીયતા નીતિ

વ્યક્તિગત માહિતી

આપના એમ-બિલની નોંધણી વખતે પ્રાપ્ત કરવામાં આવેલ આપના નામ અને ફોન/ઈ-મેઇલનો ઉપયોગ નવી સેવાઓ, વિજ્ઞપ્તિઓ, આગામી કાર્યક્રમો અને ગુપ્તતા સંબંધિત આ નીતિગત નિવેદનમાં ફેરફારો સંબંધે આપને જાણકારી આપવા માટે થશે. અમે આપની વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કોઈ પ્રચારના હેતુઓ માટે અથવા તો જ્યાં સુધી આપની પાસેથી આ અંગે સંમતિ મેળવવામાં ન આવે ત્યાં સુધી કરતા નથી.

ડેમો લૉગઇન

એમ-બિલના વપરાશકર્તાઓની તાલીમ માટે ડેમો લૉગઇન તૈયાર કરવામાં આવ્યું છે. ડેમો લૉગઇનમાં મૂકવામાં આવેલી કોઇપણ માહિતી ડેમો લૉગઇનનો ઉપયોગ કરનારા તમામ લોકોને સુલભ થશે. આથી, આપને ડેમો લૉગઇનનો ઉપયોગ કરતી વખતે આપની અંગત કે સંવેદનશીલ માહિતી, ફાઇલ્સ કે દસ્તાવેજોને તેમાં સંગ્રહિત નહીં કરવાની વિનંતી કરવામાં આવે છે. એમ-બિલ ડેમો લૉગઇનમાં મૂકવામાં આવેલી માહિતીની ગુપ્તતાની ખાતરી આપતું નથી.

વપરાશની વિગતો

એમ-બિલ આપના વપરાશની પેટર્નને સમજવા તથા સમય, આવર્તન, સમયગાળો, ઉપયોગમાં લીધેલી વિશેષતાઓ વગેરે જેવી માહિતી મેળવવા માટે વેબસાઇટ/એપ પર સ્માર્ટ એનાલીટિક્સને મૂકશે. તે ફક્ત વેબસાઇટ/એપના આપના યુઝર એક્સપીરિયેન્સમાં સતત સુધારો કરવા માટે છે.

આપના ખાતાની વિગતો

સિસ્ટમમાં ત્રુટિને કારણે ડેટા નાશ પામવાને નિવારવા આપના તમામ ડેટાને થર્ડ પાર્ટી લોકેશનમાં બૅકઅપની સાથે ક્લાઉડ સ્ટોરેજ સિસ્ટમમાં સંગ્રહિત કરવામાં આવે છે. આપનું યુઝર એકાઉન્ટ બંધ થઈ જવાના કિસ્સામાં પણ આપની ફાઇલો અને ડેટા અમારા સર્વર્સ પર જળવાઈ રહેશે. આપનો ડેટા સુરક્ષિત રહેશે અને તેનું અન્ય કોઇની પણ સાથે આદાનપ્રદાન કરવામાં આવશે નહીં અને એટલું જ નહીં એમ-બિલની ટીમને પણ તે સુલભ થશે નહીં (દસ્તાવેજમાં ઉલ્લેખિત કરવામાં આવેલ પરિસ્થિતિઓ સિવાય).

મુલાકાતીઓની વિગતો

અમે અમારી વેબસાઇટના મુલાકાતીઓની કેટલીક વિગતોનો ઉપયોગ કરીએ છીએ. આમ ફક્ત વલણોનું વિશ્લેષણ કરવા, મુલાકાતીઓની ગતિવિધિઓ પર નજર રાખવા અને અમારી વેબસાઇટને સુધારવા માટેના અવકાશને જાણવા માટે કરવામાં આવે છે. આ પ્રકારની વિગતોમાં આઇપી એડ્રેસ, બ્રાઉઝરની ભાષા, બ્રાઉઝરનો પ્રકાર, ઉપયોગમાં લેવામાં આવેલી ફાઇલ્સ, ઓપરેટિંગ સિસ્ટમ વગેરેનો સમાવેશ થઈ શકે છે.

કુકિઝ અને વિજિટ્સ

અમે અમારી વેબસાઇટની કાર્યક્ષમતા અને સુવિધાઓને સુધારવા માટે તેની પર રહેલા કન્ટેન્ટ અને યુઝર બેઝ અંગેના ડેટાનું વિશ્લેષણ કરવા થર્ડ પાર્ટીને નિમી શકીએ છીએ. આ હેતુ માટે થર્ડ પાર્ટી કુકિઝનો ઉપયોગ કરી શકે છે. આ પ્રકારની થર્ડ પાર્ટી કુકિઝ આપની વ્યક્તિગત માહિતી સાથે સંબંધિત નથી અને એમ-બિલ આવી કુકિઝ સુધીની પહોંચ ધરાવતું નથી અને તેની કોઈ જવાબદારી પણ ધરાવતું નથી. એમ-બિલ વેબસાઇટ પર થર્ડ પાર્ટી વિજિટ્સને સપોર્ટ કરે છે. આ પ્રકારના વિજિટ્સ યુઝર્સ પાસેથી કોઇપણ પ્રકારની માહિતી એકઠી કરતા નથી અથવા તો તેને જાળવી રાખતા નથી.

અમારી વેબસાઇટ્સ પર રહેલી લિંક્સ

અમારી વેબસાઇટ્સ કેટલીક એક્સટર્નલ લિંક્સ ધરાવી શકે છે, જે આપને અન્ય વેબસાઇટ પર લઈ જશે. આવી વેબસાઇટને આપની અંગત માહિતી પૂરી પાડતા પહેલાં તેની ગુપ્તતા સંબંધિત નીતિને કૃપા કરીને વાંચો.

માહિતી પૂરી પાડવી

કાર્યક્ષમ સેવા પૂરી પાડવા માટે અમારે અમારા વ્યાવસાયિક ભાગીદારને આપની વ્યક્તિગત માહિતી ઉજાગર કરવી પડી શકે છે. એમ-બિલ એ સુનિશ્ચિત કરે છે કે, અમારા તમામ વ્યાવસાયિક ભાગીદારો આ ગુપ્તતા સંબંધિત નીતિનું પાલન કરે તથા આપની માહિતીની ગુપ્તતા જાળવા અને તેનો દુરુપયોગ થતો અટકાવવા માટેના યોગ્ય પગલાં લે. આ ઉપરાંત, અમે આપની સંમતિ મેળવ્યાં પછી જ આપની વ્યક્તિગત માહિતીને એમ-બિલની બહારની અન્ય કોઈ વ્યક્તિને પૂરી પાડીશું. કાયદાકીય પ્રયોજનને કારણે જો કાયદો અમને કાયદાની અમલબજવણી કરનારી સ્થાનિક સંસ્થાઓને આપની માહિતી ઉજાગર કરવાની ફરજ પાડે તો, આવા કિસ્સામાં એમ-બિલ આપની માહિતી તેમને પૂરી પાડશે.

માહિતી પ્રાપ્ત કરવી

વપરાશકર્તાઓ મેઇલ્સ અને નવી સેવાઓ, વિજ્ઞપ્તિઓ, આગામી કાર્યક્રમો, ન્યૂઝલેટરો, સંદેશાઓ વગેરેના ઈ-મેઇલ નોટિફિકેશન્સ જેવી અન્ય અપડેટ્સ નહીં મેળવવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

માહિતીને અપડેટ કરવી

વપરાશકર્તાઓ તેમની વિગતોને ઍક્સેસ કરી શકે છે અને તેઓ તેમના એકાઉન્ટને ઍક્સેસ કરીને અથવા એમ-બિલની કસ્ટમર સપોર્ટ સર્વિસિઝનો સંપર્ક કરીને આવી માહિતીમાં સુધારો-વધારો કરી શકે છે.

સોશિયલ પ્લેટફૉર્મ્સ

વપરાશકર્તાઓ એમ-બિલની વેબસાઇટ પર માહિતીને શૅર કરવા માટે બ્લોગ્સ અને ફૉરમમાં માહિતીને પોસ્ટ કરી શકે છે. આ પ્રકારની માહિતી આવી ફૉરમના તમામ વપરાશકર્તાઓને ઉપલબ્ધ થાય છે. આથી, વપરાશકર્તાઓને આવા કોઈ પ્લેટફૉર્મ પર તેમની વિગતોને ઉજાગર કરવામાં સાવધ રહેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. મુલાકાતીઓ/વપરાશકર્તા દ્વારા ઉજાગર કરવામાં આવેલ આવી કોઈ ગુપ્ત કે અંગત માહિતી માટે એમ- બિલ જવાબદાર નથી. અમારા વપરાશકર્તાઓ અમારી વેબસાઇટ પર અથવા અન્ય કોઈ રીતે તેમના વિવરણમાં તેમની અન્ય કોઈ વ્યક્તિગત માહિતી પોસ્ટ કરવાનું પસંદ કરે તો તેના માટે એમ-બિલ જવાબદાર નથી.

હમણાં જ ગૂગલ પ્લેસ્ટોર પરથી એમબિલ ડાઉનલૉડ કરો!

google play store